VIDEO: ભરૂચ એસઓજીએ અંકલેશ્વરમાંથી નશાકારક ગોળીઓના મોટા જથ્થા સાથે એક યુવકની કરી ધરપકડ
ભરૂચ એસઓજીની ટીમે નશાકારક ગોળીઓના મોટા જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ વિશાલ ખ

ભરૂચ એસઓજીની ટીમે નશાકારક ગોળીઓના મોટા જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ વિશાલ ખાનને ઝડપી પાડ્યો છે. પોલીસે પાસેથી રૂપિયા ૧ લાખ ૮૬ હજારની નશાકારક ગોળીઓ, ૭૫ હજારનું સ્કૂટર અને મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ ૬૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સુરતના કાપોદ્રા વિસ્તારના અસલમ અને અન્ય એક મારવાડી શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




