મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સહજાનંદ કોલેજ પાસે પડ્યો ભૂવો

અમદાવાદના વ્યસ્ત વિસ્તારમાં આવેલા સહજાનંદ કોલેજ પાસે અચાનક એક મોટો ભૂવો પડવાની ગંભીર ઘટના સામે આવી છે. જમીન બેસી જવાના કા

તસવીર: GSTV

અમદાવાદના વ્યસ્ત વિસ્તારમાં આવેલા સહજાનંદ કોલેજ પાસે અચાનક એક મોટો ભૂવો પડવાની ગંભીર ઘટના સામે આવી છે. જમીન બેસી જવાના કારણે માર્ગ પર મોટો ખાડો પડી ગયો છે અને આશ્ચર્યજનક રીતે ત્યાં ઊભેલો ટ્રાફિક સિગ્નલનો પોલ પણ સીધો ભૂવાની અંદર જ ગરકાવ થઈ ગયો છે. આ અકસ્માતજનક પરિસ્થિતિના કારણે વાહનચાલકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે ભૂવા આસપાસના વિસ્તારમાં બેરિકેટિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો