VIDEO: અમદાવાદ / જીવરાજ પાર્કમાં સહજાનંદ ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે ભભૂકી આગ
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ સહજાનંદ ટાવરમાં અચાનક આગ લાગવાની

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ સહજાનંદ ટાવરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ભયભીત બની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ બે ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.




