મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રથયાત્રા દરમિયાન અતિશય ભીડમાં શ્રદ્ધાળુઓની તબિયત લથડી

ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હ

તસવીર: gstv

ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ અતિશય ભીડ, બફારા અને ગરમીના કારણે કેટલાક શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી અને તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા. સામે આવેલા દ્રશ્યોમાં વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ અને પોલીસ કર્મચારીઓ બીમાર પડેલા શ્રદ્ધાળુઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે સ્ટ્રેચર અને એમ્બ્યુલન્સ દ્વારા તબીબી કેમ્પ તરફ લઈ જતા જોવા મળે છે. ભક્તોની સુવિધા માટે રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર વિશેષ મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે, જેથી અસરગ્રસ્ત લોકોને સમયસર તબીબી સહાય પૂરી પાડી શકાય અને ગંભીર પરિસ્થિતિને અટકાવી શકાય.

આ સમાચાર શેર કરો