VIDEO: ડુમ્મસ એરપોર્ટ રોડ પર પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન
સુરતના પોશ વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ડુમસ એરપોર્ટ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન

સુરતના પોશ વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ડુમસ એરપોર્ટ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા હતા. પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે રોડ પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ફરી ચર્ચામાં આવી છે.




