દૂધ સાગર ડેરીની ચૂંટણી: અશોક ચૌધરીની પેનલે ભાજપના મેન્ડેટ સાથે ભર્યું ફોર્મ
દૂધ સાગર ડેરીની ચૂંટણીનો મુદ્દો આજે ચર્ચામાં છે, કારણ કે આજે ફોર્મ ભરવ
દૂધ સાગર ડેરીની ચૂંટણીનો મુદ્દો આજે ચર્ચામાં છે, કારણ કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ ડેરીના 15 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં લગભગ 1280 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતની ચૂંટણીમાં સહકારી ક્ષેત્રે ભાજપનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. અશોક ચૌધરીની પેનલે આજે બપોરે ભાજપના મેન્ડેટને આધારે ફોર્મ ભર્યા હતા.
ફોર્મ ભરવા જનારા મુખ્ય સભ્યોમાં અશોક ચૌધરી પોતે, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, અને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીનો પણ સમાવેશ થાય છે. જો 15 સભ્યો સિવાય અન્ય કોઈ ઉમેદવાર ફોર્મ નહીં ભરે, તો ચૂંટણી સમરસ જાહેર થશે અને અશોક ચૌધરીની પેનલ બિનહરીફ વિજેતા બનશે. જોકે, અત્યાર સુધી બધી બાજુથી સમાધાન કરીને ચૂંટણી સમરસ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અશોક ચૌધરીએ અશોક ચૌધરીએ નિવેદન આપતા કહ્યું છે કે, ડેરીના નિયામક મંડળની આખી ચૂંટણી સમરસ થાય તેવો માહોલ છે. પશુપાલકો પણ ઇચ્છી રહ્યા છે કે આ ચૂંટણી સમરસ થાય. જો પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી વિપુલ ચૌધરીની પેનલમાંથી કોઈ ઉમેદવાર ફોર્મ ભરે તો જ દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં રસપ્રદ જંગ ખેલાઈ શકે છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી, હવે જોવાનું એ રહ્યું કે સહકારી ક્ષેત્રના આ મહત્ત્વના જંગમાં સમરસતા જળવાય છે કે પછી કોઈ હરીફ પેનલ મેદાનમાં ઉતરીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવે છે.




