VIDEO: સુરત શહેરમાં ખાડીઓનો ડ્રોન અને લીડાર સર્વે પૂર્ણ: સીટી લેવલ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે

સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ખાડીઓની ડ્રોન અને લીડાર સર્વેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ડીપીઆર તૈયાર કરનાર એજન્સી દ્વારા બારડોલીથી મીંઢોળા નદી સુધી અને શહેરમાંથી પસાર થતી વિવિધ નાની-મોટી ખાડીઓ મળીને કુલ ૧૮૮ કિલોમીટર લંબાઈમાં લીડાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે પૈકી ૩૫ કિમી લંબાઈમાં ડ્રોન સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સર્વે દરમિયાન વિવિધ એજન્સીઓ પાસેથી મેળવેલા ડેટાને ૨૩ કિમી ખાડીના સર્વે માટે પ્રોસેસ પણ કરવામાં આવ્યા છે. દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરાયેલી સીટી લેવલ કમિટીની આજે બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ તમામ સર્વેના અહેવાલોનું બારીકાઈથી નિરીક્ષણ કરી આગામી આયોજન અંગે વિશેષ ચર્ચાઓ હાથ ધરવામાં આવશે.




