મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પેટલાદમાં ત્રણ ઈંચ વરસાદથી પાણી-પાણી

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બપોર સુધીમાં શહેરમાં અંદાજે સાડા ત્રણ ઇંચ જેટલો વ

તસવીર: gstv

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બપોર સુધીમાં શહેરમાં અંદાજે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વરસાદના કારણે પેટલાદનું ઐતિહાસિક મલાવ તળાવ હવે ફાટવા ની  અણી પર આવી પહોંચ્યું છે. સમગ્ર પેટલાદ શહેર તેમજ આસપાસના ગામોનું વરસાદી પાણી આ જ તળાવમાં એકત્ર થતું હોવાથી પાણીની આવક સતત વધી રહી છે. તળાવના પાણીના નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાઈ રહેલા પેટીકાસનું કામ હજુ અધૂરું હોવાથી પાણીના નિકાલ અંગે પણ ચિંતા વધી છે. જોકે સતત વરસી રહેલા વરસાદ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ખાસ ગંભીરતા દાખવવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો