VIDEO: ઓવરબ્રિજ પર ધોળે દિવસે લાઈટો ચાલુ રહેતાં દિવાળી જેવો માહોલ
ડીસા નગરપાલિકાની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓવરબ્રિજ પર ધોળે દિવસે લાઈટો
ડીસા નગરપાલિકાની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓવરબ્રિજ પર ધોળે દિવસે લાઈટો ચાલુ રહેતાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. તાજેતરમાં યુજીવીસીએલ દ્વારા ડીસા નગરપાલિકાને ૧૦ કરોડના વીજ બિલના બાકી લેણા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતાં, પાલિકાની બેદરકારી એ હદે જોવા મળી કે ધોળે દિવસે પણ લાઈટો ચાલુ રહી, જેના કારણે લોકોમાં કોના બાપની દિવાળી જેવા સવાલો ઉઠવા લાગ્યા છે.
રજાના મૂડમાં કર્મચારીઓ બેદરકાર બન્યા હોવાનું જણાય
રમઝાન ઈદનો જાહેર તહેવાર હોવાથી રજાના મૂડમાં કર્મચારીઓ બેદરકાર બન્યા હોવાનું જણાય છે. અંદાજે એક હજારથી વધુ એલઈડી લાઈટો સવારે ૧૧ વાગ્યે પણ ઝળહળતી જોવા મળી, કારણ કે કર્મચારીઓ લાઈટો બંધ કરવાનું ભૂલી ગયા હતા. આ ઘટનાએ નગરપાલિકાના નાણાકીય સંચાલન અને કામગીરી પર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને જ્યારે તે મોટી દેવાદાર હોવાનું સામે આવ્યું છે.




