VIDEO: તમે દિવડા પ્રગટાવશો તો અમારા જીવનમાં પ્રકાશ ફેલાશે, મનોદિવ્યાંગોએ તૈયાર કર્યા કલાત્મક દીવા
પૈસાના આધારે નહીં પણ લાગણીના આધારે અમારું મૂલ્ય કરજો, તમારા આંગણાને શોભાવે એવા દિવડાઓ અને તોરણો ત
પૈસાના આધારે નહીં પણ લાગણીના આધારે અમારું મૂલ્ય કરજો, તમારા આંગણાને શોભાવે એવા દિવડાઓ અને તોરણો તૈયાર કર્યા છે. તમે આ દીવા પ્રગટાવશો તો ખાલી તમારા ઘરે પ્રકાશ નહીં કરે અમારા જીવનને પણ રંગબેરંગી દીવાઓથી દીપી ઉઠશે. અમે નકામા નથી પરંતુ મેક ઈન ઈન્ડિયાનો અમે પણ એક ભાગ બનવા માંગીએ છીએ. અંકુર મંદબુદ્ધિવાળાની શાળાના બાળકોએ બનાવ્યા છે રંગબેરંગી દિવડાઓ. જેને ખરીદીને લોકો પ્રોત્સાહિત કરી રહ્યા છે. મનો દિવ્યાંગો પણ પોતાના પરિવારને કહી શકે કે, પપ્પા મારી આ કમાણી તમને કામ આવશે. આ દિવાળીએ દીવા પ્રગટાવી મંદ બુદ્ધિના બાળકોના મનમાં જોશ ભરીએ.
વીડિયો સૌજન્યઃ નેહલ ગઢવી




