VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત લોકમેળાની પરવાનગી છેલ્લી ઘડી સુધી અપાતા અસમંજસ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાની પરવાનગી નિયમોનું પૂરતું પાલન ન થવાને કારણે છેલ્લી ઘડી સુધી અટકાવવામાં આવી છે. મેળાના મેદાનમાં વ્યાપક ગંદકી, ખુલ્લા ઈલેક્ટ્રોનિક વાયરો અને રાઈડના ભાવો પ્રદર્શિત ન કરવા જેવા મુદ્દાઓને લઈને વઢવાણ તંત્ર અને પોલીસે પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે. મંત્રી દર્શના વાઘેલા સહિતના નેતાઓ દ્વારા કાલે સવારે મેળાનું લોકાર્પણ કરવાનું નિર્ધારિત છે, ત્યારે તંત્રએ તમામ દસ્તાવેજો અને સુરક્ષા નિયમોનું પાલન કર્યા બાદ જ પરમિશન અપાશે તેવા આદેશ આપ્યા છે, જેને પગલે આયોજકો દોડતા થયા છે.




