મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુભાષબ્રિજના ટેન્ડર મુદ્દે વિસંગતતા

અમદાવાદના સુભાષબ્રિજ 8 લેન બ્રિજના ટેન્ડર મુદ્દે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં કેટલીક વિસંગતતાઓ સામે આવતાં કામને નેક

તસવીર: gstv

અમદાવાદના સુભાષબ્રિજ 8 લેન બ્રિજના ટેન્ડર મુદ્દે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં કેટલીક વિસંગતતાઓ સામે આવતાં કામને નેક્સ્ટ કરવામાં આવ્યું છે. જૂના ટેન્ડરની સરખામણીએ અંદાજે રૂપિયા 5 કરોડનો વધારો કરીને રૂપિયા 241 કરોડનું ટેન્ડર રજૂ કરાયું હોવાનું સામે આવ્યું છે. કન્સલ્ટન્ટની ફી પર GST લાગુ ન પડતો હોવા છતાં જૂના ટેન્ડરમાં GSTની ગણતરી કરવામાં આવી હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે કોર્પોરેશનમાં કન્સલ્ટન્ટની ફી પર GST લાગતો નથી. કોર્પોરેશન પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે હાલ કામને નેક્સ્ટ કરવામાં આવ્યું છે અને આગામી કમિટીની બેઠકમાં ટેન્ડરની વધારાની રકમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો