VIDEO : હાઉસિંગ બોર્ડ રિ-ડેવલોપમેન્ટમાં વિવાદ, ટેન્ડર પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપ
સોર્સ : GSTV
અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. નાગરિક સેવા સંગઠને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે એસોસિએશનની મંજૂરી વિના જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા મુજબ 75 ટકા રહેવાસીઓની સંમતિ વિના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે તેમજ પ્રોજેક્ટ રિપોર્ટ વગર માઈનસમાં ટેન્ડર મંજૂર કરાયા છે. TDR આપ્યા બાદ વધારાની જમીન બિલ્ડરોને મફતમાં સોંપવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મુદ્દે સ્થાનિક રહીશો સાથે નાગરિક સેવા સંગઠને અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ રજૂઆતોનો અભ્યાસ કરીને નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

