VIDEO: રાજકોટઃ આવાસ યોજના માટે ટેન્ડર પ્રક્રિયા પહેલા જ થયો વિવાદ
સોર્સ : GSTV
રાજકોટ મહાનગરપાલિકાની કટારીયા ચોકડી આવાસ યોજનાને ટેન્ડર પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ રાજકીય ગ્રહણ નડ્યું છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ૫૭૬ આવાસોની આ યોજના માટે ભાજપના જ મહામંત્રી વલ્લભ દૂધત્રા અને કોર્પોરેટર દિલીપ લુણાગરીયાએ પ્લોટ બદલવા અંગે રજૂઆત કરતાં મોટો વિવાદ ઊભો થયો છે. નેતાઓની માંગ છે કે રોડ ટચ આવેલી આ આવાસ યોજનાને અન્ય સ્થળે ૬૦ ફૂટના રોડ પર ખસેડવામાં આવે અને હાલના મોંઘા પ્લોટનો હેતુફેર કરી અન્ય વ્યવસાયિક ઉપયોગમાં લેવામાં આવે, જેથી કોર્પોરેશનને પ્લોટ વેચાણથી કરોડો રૂપિયાની વધુ આવક થઈ શકે. આ સંવેદનશીલ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ રજૂઆત મળી હોવાનો સ્વીકાર કર્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટતા કરી છે કે આ બાબતે હજુ સંકલન સમિતિમાં કોઈ પણ આખરી ચર્ચા કે નિર્ણય કરવામાં આવ્યો નથી.

