VIDEO : Rajkot ધડ વગરના માથાનું રહસ્ય ખુલ્યું, પોલીસે DNA ટેસ્ટ દ્વારા 8 વર્ષ જૂની હત્યાનો ગુનો ઉકેલ્યો, આરોપી જેલમાંથી ઝડપાયો
સોર્સ : gstv
રાજકોટમાં આઠ વર્ષ પહેલાં ધડ વગર મળેલા માથાના રહસ્યમય મામલાનો આખરે ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માથું પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના ૧૪ વર્ષીય કિશોર શુભમ હાસદાનું હતું. સપ્ટેમ્બર ૨૦૨૫માં બી ડિવિઝન પોલીસ દ્વારા શુભમના માતા-પિતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ ૧૦ જૂન ૨૦૨૬ના રોજ પોઝિટિવ આવ્યો છે. આ ડીએનએ રિપોર્ટના આધારે પોલીસે શુભમની હત્યા કરનાર આરોપી આજીતમૌલા અજમતમૌલાનો જેલમાંથી કબ્જો મેળવ્યો છે. આરોપી વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અન્ય એક ગુનામાં રાજકોટ જેલમાં બંધ હતો. આ ચકચારી ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો તે અંગે રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવશે.

