VIDEO: ચાલુ વરસાદે રોડનો વિકાસ, નગરપાલિકા સામે સ્થાનિકોનો રોષ
ખેડા નગરપાલિકાના વિકાસના કામોમાં ફરી લાલિયાવાડી સામે આવી છે. પાલિકાના એન

ખેડા નગરપાલિકાના વિકાસના કામોમાં ફરી લાલિયાવાડી સામે આવી છે. પાલિકાના એન્જીનીયર, કન્સનલ્ટ અને કોન્ટ્રાકટરની ગેરહાજરીમાં મજૂરોએ ભારે વરસાદ વચ્ચે રોડનુ કામ ચાલુ કરતા લોકો રોષે ભરાયા. મોડી રાત્રે સર્જાયેલા ઘર્ષણ બાદ ખેડા પાલિકા ચીફ ઓફિસરે તાકીદે બેઠક બોલાવવી પડી. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને રસ્તાના કામો યોગ્ય નહી થતા વરસાદી પાણી લોકોની દુકાન અને ઘરમાં ઘુસી જતા લોકો ત્રાહિમામ છે. સ્થાનિક વેપારીઓના વિરોધ વચ્ચે કારીગરો વરસાદમાં કારીગરો અને મજૂરો મનસ્વી રીતે કામ કરતા રહયા..અને ફરી એ વખત આ મુદ્દો વિવાદના ચકડોળે ચડી ગયો. આ મામલે ચીફ ઓફિસરે કોન્ટ્રાકટર ઉપર કાર્યવાહીની ખાતરી આપ છે.




