VIDEO: સુરેન્દ્રનગરમાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો ૨૬ વર્ષીય યુવક, ગંભીર ઇજા થતાં સિવિલ ખસેડાયો
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર રેલવે લા

સુરેન્દ્રનગરમાં જોરાવરનગર રેલવે લાઇન નજીક ચાલુ ટ્રેનમાંથી એક યુવક નીચે પટકાયો છે. મનોજ નામનો આ યુવક ચાલુ ટ્રેને નીચે માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સદનસીબે યુવક ટ્રેનની નીચે ન આવતા તેનો જીવ બચી ગયો હતો અને તેને માત્ર ઇજાઓ જ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.




