VIDEO: સુરેન્દ્રનગરમાં રથયાત્રાને લઈને પોલીસનું ડ્રોન ફૂટ પેટ્રોલિંગથી સઘન નિરીક્ષણ
સુરેન્દ્રનગર શહેરમાં આગામી રથયાત્રાને લઈને પોલીસ તંત્રએ રથયાત્રાના

સુરેન્દ્રનગર શહેરમાં આગામી રથયાત્રાને લઈને પોલીસ તંત્રએ રથયાત્રાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધેહેહે ટીમોએ શહેરના પોપટપરા અને ૮૦ ફૂટ રોડ સહિતના અલગ-અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત રથયાત્રાના રૂટમાં આવતી તમામ ઇમારતોની છતોનું ડ્રોન કેમેરાની મદદથી ખાસ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર સુરક્ષા કામગીરીમાં DYSP, LCB અને SOG સહિતની પોલીસ ટીમો કામે લાગી છે અને શાંતિ જાળવવા પૂરતા પ્રયાસો શરૂ કરી દીધા છે.




