VIDEO: રાધનપુર નજીક દેવ ગામનું તળાવ ઓવરફ્લો, ઘરોમાં પાણી ઘૂસતાં જનજીવન પ્રભાવિત
પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા દેવ ગામમાં ભારે વરસાદના કારણે ગામનું તળ

પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા દેવ ગામમાં ભારે વરસાદના કારણે ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવનું પાણી ગામ તરફ ફરી વળતાં નજીકના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અચાનક પાણી ભરાવાથી ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે અને રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતાં સ્થાનિકોએ સલામતીને પ્રાથમિકતા આપી પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લીધો હતો. ગ્રામજનોને જરૂરી સહાય પહોંચાડવા તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.




