મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાધનપુરથી અંતિમવિધિ પતાવી પરત ફરી રહેલા બે મિત્રોને અકસ્માત નડ્યો.

પાટણનારાધનપુરથી અંતિમવિધિ પતાવીને પરત ફરી રહેલા બે મિત્રોને શબ્દલપુ

તસવીર: gstv

પાટણનારાધનપુરથી અંતિમવિધિ પતાવીને પરત ફરી રહેલા બે મિત્રોને શબ્દલપુરા નજીક એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. એસટી બસના ઓવરટેક કરવા દરમિયાન બાઈક અચાનક જ બસના ટાયર નીચે આવી ગયું હતું. આ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલા વિશાલ ઠાકોરને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા છે. આ ઘટના બાદ ગોચનાદ ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને સમી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો