VIDEO: રાધનપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
સોર્સ : gstv
પાટણ જિલ્લાના રાધનપુરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અલ્હાબાદ, પુરાણા, પ્રેમનગર અને સરદારપુરા સહિતના અનેક ગામોમાં સીઝનનો પ્રથમ સારો વરસાદ નોંધાયો છે. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

