VIDEO: રાધનપુર: ઠાકોર સમાજનું છાત્રાલય વિવાદમાં, બાળકો ભૂખ્યા રહેવા મજબૂર
સોર્સ : GSTV
પાટણના રાધનપુરમાં આવેલું સદારામ બક્ષીપંચ કુમાર છાત્રાલય મોટા વિવાદમાં સપડાયું છે. અહીં પ્રમુખની મનમાની અને ભોજનની અત્યંત ખરાબ ગુણવત્તાને કારણે વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન છે. બાળકોનો આક્ષેપ છે કે તેમને જમવામાં માત્ર બે જ રોટલી આપવામાં આવે છે. આ અંગે બાળકોએ ફરિયાદ કરતાં આજે મોટી સંખ્યામાં વાલીઓ છાત્રાલયે દોડી આવ્યા હતા અને અસુવિધાઓના વીડિયો બનાવ્યા હતા. વિવાદ વધતાં જ છાત્રાલયના પ્રમુખ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા છે, જેને પગલે વાલીઓમાં ભારે રોષ છે.

