VIDEO: ધોરાજીમાં સફુરા નદી પરનો કોઝવે ઊંચો બનાવવાની માંગ ઉગ્ર: કોંગ્રેસના આંદોલનની ચીમકી સામે ભાજપ દ્વારા દરખાસ્ત મોકલાયાનો દાવો
ધોરાજીમાં સફુરા નદી પરનો બિસ્માર કો

ધોરાજીમાં સફુરા નદી પરનો બિસ્માર કોઝવે ચોમાસામાં પાણીમાં ગરકાવ થવાથી ખેડૂતો અને શ્રદ્ધાળુઓને ભારે હાલાકી પડે છે. લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યાને લઈને કોંગ્રેસે ઉગ્ર જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જ્યારે ભાજપે આક્ષેપો ફગાવતા કોઝવે અને સિમેન્ટ રોડ માટે સબંધિત વિભાગમાં દરખાસ્ત મોકલી આપી હોવાનું જણાવ્યું છે. સ્થાનિકો લાંબા સમયથી આ કોઝવેને ઊંચો બનાવવાની માંગ કરી રહ્યા છે, જેથી ચોમાસા દરમિયાન અવરજવર સરળ બની શકે.




