મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દહેરાદૂન-મસૂરી માર્ગ નાના વાહનો માટે શરૂ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા દહેરાદૂન-મસૂરી માર્ગને કામચલાઉ સમારકામ બાદ નાના વાહનોની

તસવીર: gstv

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા દહેરાદૂન-મસૂરી માર્ગને કામચલાઉ સમારકામ બાદ નાના વાહનોની અવરજવર માટે ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદના લીધે આ મુખ્ય માર્ગની પ્રોટેક્શન વોલ ધસી ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને પ્રવાસીઓ તથા સ્થાનિક રહીશો અટવાઈ પડ્યા હતા. જાહેર બાંધકામ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલા મરામત કાર્ય બાદ રસ્તાને હળવા વાહનો માટે સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. જોકે, ભારે વાહનોની અવરજવર પર હજુ પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. પ્રશાસને વાહનચાલકોને પહાડી માર્ગ પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અને હવામાનની સ્થિતિ જોઈને જ પ્રવાસ કરવાની ખાસ અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો