VIDEO: બ્લિન્કીટ પરથી મંગાવેલી બ્રેડ ફૂગવાળી મળતા ગ્રાહકનો હોબાળો
સુરતમાં બ્લિન્કીટ પરથી મંગાવેલી બ્રેડમાં મોટા પ્રમાણમાં ફૂગ મળી આવતા ગ્રાહકે સ્ટોર પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

સુરતમાં બ્લિન્કીટ પરથી મંગાવેલી બ્રેડમાં મોટા પ્રમાણમાં ફૂગ મળી આવતા ગ્રાહકે સ્ટોર પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. ડિલિવરી મળ્યાની ગણતરીની મિનિટોમાં પેકેટ ખોલતાં બ્રેડ સડેલી અને ફૂગવાળી હાલતમાં જોવા મળી હતી. ગ્રાહકે સ્ટોર મેનેજર અને સ્ટાફ સમક્ષ ફરિયાદ કરતાં તેને એપ પર ફરિયાદ કરવા જણાવાયું હતું. પેકેટ પર એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં આટલી ખરાબ ગુણવત્તાની બ્રેડ કેવી રીતે સપ્લાય થઈ તે અંગે ગ્રાહકે સવાલો ઉઠાવ્યા હતા. સમગ્ર મામલે ખાદ્ય સુરક્ષા વિભાગની કામગીરી અને કંપનીની બેદરકારી સામે પણ સવાલો ઉઠ્યા છે.




