VIDEO : ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા વિરુદ્ધ મની લેન્ડીંગ એક્ટ હેઠળ નોંધાયો ગુનો, જાણો શું છે મામલો
રાજકોટના ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ ટપુભા જાડેજા - પી.ટી.જાડેજા વિરુદ્ધ વ્યાજખોરી અંગે IPCની વિવિ

રાજકોટના ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ ટપુભા જાડેજા - પી.ટી.જાડેજા વિરુદ્ધ વ્યાજખોરી અંગે IPCની વિવિધ કલમો સાથે મની લેન્ડીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સુરેશ પરમાર નામના વ્યક્તિએ પી.ટી. જાડેજા પાસેથી ધંધો કરવા માટે 60 લાખ રૂપિયા 3 ટકાના દરે વ્યાજે લીધા હતા. સુરેશ પરમારે આ નાણાં પી.ટી. જાડેજાને પરત આપી દીધા હોવા છતાં પી.ટી. જાડેજાએ 5 લાખ રુપિયાના 7 ચેક તેમજ મકાનના સાટાખત પરત કર્યા ન હતા, સાથે વધુ નાણાની ઉઘરાણી ચાલુ રાખી હતી.
પી.ટી. જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી. આ અંગે રાજકોટ પશ્વિમ ઝોનના DCP જગદિશ બાંગરવાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતુ કે પોલીસે સુરેશ પરમારની ફરિયાદના આધારે પી.ટી. જાડેજા વિરુદ્ધ IPCની કલમ 384,504,506 તથા મની લેન્ડીંગ એક્ટ કલમ 40, 42 અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે પી.ટી. જાડેજા પાસે નાણા ધીરનાર અંગેનું કોઇ લાયસન્સ નથી, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર પી.ટી.જાડેજાની શોધખોળ શરૂ કરી છે.




