મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં RSSના કાર્યક્રમને લઈ વિવાદ, વિદ્યાર્થી સંગઠને નોંધાવ્યો વિરોધ

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી ઉજ

તસવીર: gstv

દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી ઉજવણી માટે આયોજિત યુવા કુંભ કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થી સંગઠન એસએફઆઈએ કાર્યક્રમનો સખત વિરોધ કરતાં તેને લઘુમતી વિદ્યાર્થીઓના ગૌરવ અને સલામતી પર સીધો હુમલો ગણાવ્યો છે. 

યુનિવર્સિટી વહીવટી તંત્રે કાર્યક્રમ માટે પરવાનગી આપતાં જ વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો હતો. વિરોધ પ્રદર્શનની ગંભીરતાને જોતાં કેમ્પસના દરવાજા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી તૈનાતી કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન SFIએ કાર્યક્રમનો સખત વિરોધ કરતાં તેને લઘુમતી વિદ્યાર્થીઓના ગૌરવ અને સલામતી પર સીધો હુમલો ગણાવ્યો છે. SFIના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જામિયા જેવી લઘુમતી પ્રધાન સંસ્થામાં RSS જેવા સંગઠનને કાર્યક્રમ યોજવાની પરવાનગી આપવી એ ઉશ્કેરણીજનક છે અને યુનિવર્સિટીના ધર્મનિરપેક્ષ સ્વભાવ વિરુદ્ધ છે. વિદ્યાર્થીઓએ વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક આ પરવાનગી રદ કરવાની માંગ કરી છે.   

તેમણે આરોપ લગાવ્યો છે કે જાણી જોઈને જામિયાને વૈચારિક વિભાજનનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સ્થિતિને કાબુમાં રાખવા માટે પોલીસે કેમ્પસના મુખ્ય દરવાજા અને આસપાસના રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીની અન્ય યુનિવર્સિટીઓમાં પણ RSSની શતાબ્દીના કાર્યક્રમો યોજાયા છે, જેના વિરોધમાં વિદ્યાર્થીઓ સક્રિય છે. 

આ સમાચાર શેર કરો