મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અખિલેશ-રાહુલ ગાંધીની રેલીમાં ભીડ બેકાબૂ બની, બેરિકેડ કુદીને સ્ટેજ પાસે પહોંચ્યા કાર્યકર્તા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઇન્ડિયા ગઠબંધનની જનસભામાં ભાગદોડ થઇ છે. આ ભાગદોડમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. અખિલેશ યાદવ-

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઇન્ડિયા ગઠબંધનની જનસભામાં ભાગદોડ થઇ છે. આ ભાગદોડમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. અખિલેશ યાદવ-રાહુલ ગાંધીની રેલીમાં વિવાદ થયો હતો. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના સ્ટેજ પર પહોંચતા જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને બેરિકેડ તોડીને સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ-અખિલેશ ભાષણ ના આપી શક્યા

વિવાદ એટલો વધી ગયો કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ભાષણ આપ્યા વગર જ નીકળી ગયા હતા. ફૂલપુર લોકસભા બેઠક પર રાહુલ અને અખિલેશની સંયુક્ત જનસભા યોજાવાની હતી. વિવાદને કારણે કેટલાક લોકોને ઇજા પણ થઇ હતી. સાથે જ મીડિયા કર્મીઓના કેમેરા સ્ટેન્ડને પણ નુકસાન પહોંચ્યું હતું. આ પહેલા રાંચીમાં પણ INDIA ગઠબંધનની સભામાં વિવાદ થયો હતો જેમાં બે જૂથના કાર્યકર્તા એક બીજા સાથએ ઝઘડ્યા હતા.

આ સમાચાર શેર કરો