VIDEO: સુરત નાસીરનગર ડિમોલેશન મામલે આવાસ ડ્રોમાં વિવાદ
સુરતના નાસીરનગર ડિમોલેશન બાદ અસરગ્રસ્તોના આવાસ ફાળવણીના ડ્રો સમયે વિવાદ સર્જાયો છે. હા

સુરતના નાસીરનગર ડિમોલેશન બાદ અસરગ્રસ્તોના આવાસ ફાળવણીના ડ્રો સમયે વિવાદ સર્જાયો છે. હાઇકોર્ટમાં કરાયેલા એફિડેવિટ મુજબ માંગવામાં આવેલી જગ્યાએ આવાસ ફાળવવામાં આવ્યા નહીં હોવાનો અસરગ્રસ્તોના વકીલે આક્ષેપ કર્યો છે. જહાંગીરા બાદ સુમન વંદન અને સુમનવાણી સહિતની જગ્યાઓ બતાવવામાં આવી હતી, પરંતુ ભેસ્તાન અને અડાજણ વિસ્તારમાં આવાસ ફાળવણીના ડ્રોને લઈને વિરોધ નોંધાયો છે. કુલ 69 અસરગ્રસ્તોમાંથી 28 પીડિતોના આવાસ માટે ડ્રો યોજાવાનો હતો, પરંતુ ડ્રો શરૂ થાય તે પહેલા જ વકીલે વાંધો ઉઠાવ્યો હતો. સમગ્ર મામલે અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે વિવાદ યથાવત છે.




