VIDEO: ગિરનાર પર્વત પર વિવાદ વકર્યો, દિગંબર જૈન સમાજ અને સાધુ-સંતો સામસામે!
જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર પર્વત પર ફરી એકવાર મોટો ધાર્મિક વિવા

જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર પર્વત પર ફરી એકવાર મોટો ધાર્મિક વિવાદ ગરમાયો છે. દિગંબર જૈન સમાજ દ્વારા ગિરનારના દત્તાત્રેય ટૂંક ખાતે નિર્વાણ લાડુ ચડાવવાનો મોટો કાર્યક્રમ જાહેર કરી તેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેની સામે સનાતની સાધુ-સંતોએ આક્રોશ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સાધુ-સંતોની મળેલી એક તાકીદની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે કે તંત્ર આ માટે ક્યારેય મંજૂરી આપતું નથી, જેથી જૈન સમાજ આ કાર્યક્રમ ગિરનારના પ્રથમ પગથિયે જ પૂરો કરી લે, ઉપર જવાની કોઈ મંજૂરી નથી. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો મોટા ઘર્ષણની પૂરી ભીતિ સેવાઈ રહી છે. સંતોની આ કડક ચીમકીને પગલે હાલ જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ મામલો ભારે ગરમાયો છે.




