VIDEO / આણંદમાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ વિવાદ! સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ
આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ખ
આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ખાસ કરીને વૉર્ડ નંબર 3 માં ઇમરાન વોહરાને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ છે કે ઇમરાન વોહરા પોતે વૉર્ડ નંબર 4ના રહેવાસી હોવા છતાં તેમને વૉર્ડ 3માં ટિકિટ અપાઈ છે. એટલું જ નહીં, તેમના પરિવારમાં 4 ટર્મથી ટિકિટ મળતી હોવાથી 'પરિવારવાદ'ના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પૂર્વ લઘુમતી પ્રમુખ સેહઝાદ સૈયદે ચીમકી ઉચ્ચારી છે કે જો ઉમેદવાર નહીં બદલાય તો અપક્ષ ઉમેદવાર ઉતારવામાં આવશે.




