મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપના વિજય સરઘસમાં સાંસદ જસુ રાઠવા જાહેરમાં બંદૂક લઈને નીકળતા વિવાદ, ગળામાં કારતૂસની પહેરી હતી માળા

છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ નીકળેલા વિજય સરઘસમાં સાંસદ જસુ રાઠવાનું

છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ નીકળેલા વિજય સરઘસમાં સાંસદ જસુ રાઠવાનું વર્તન ભારે ચર્ચાનો વિષય બન્યું છે. ભાજપના વિજય સરઘસમાં સાંસદ જસુ રાઠવા જાહેરમાં હાથમાં બંદૂક લઈને નીકળ્યા હતા. આટલું જ નહીં, તેમણે ગળામાં કારતૂસની માળા પણ પહેરી હતી.

આ સરઘસમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સહિત હજારો લોકો હાજર હતા. ભરબજારમાં સાંસદ દ્વારા બંદૂક પ્રદર્શન કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રાજકીય પ્રતિસ્પર્ધીઓ પર શિકાર કર્યાની માનસિકતા સાથે નીકળ્યા હોય તેવા દ્રશ્યોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

આ સમાચાર શેર કરો