VIDEO: પુણેમાં બે કંન્ટેનર સામસામે ટકરાયા, આગમાં 8 લોકો જીવતા સળગ્યા
મહારાષ્ટ્રના પુણેમાં નવલે પુલ ઉપર મોટી દુર્ઘટના થઈ છે. પૂર ઝડપે જઈ રહેલા કં
મહારાષ્ટ્રના પુણેમાં નવલે પુલ ઉપર મોટી દુર્ઘટના થઈ છે. પૂર ઝડપે જઈ રહેલા કંટેનરની બ્રેક ફેલ થયા બાદ આ ઘટના બની છે. 6થી 7 ગાડીઓ ટકરાવાને કારણે બે ટ્રકોમાં આગ લાગવાના સમાચાર છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયાના સમાચાર છે.
પુણેના નવલ પુલ ઉપર બે કંન્ટેનર ટ્રક ટકરાતા એક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. એક કાર આ બંને ટ્રકની વચ્ચે ફસાઈ જતાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. ફાયર વિભાગ મુજબ 8 ડેડબોડી નિકાળવામાં આવી છે. સળગતા વાહનોમાં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની સંભાવના છે. એટલે મૃતકોનો આંક હજુ વધી શકે છે.
જાહેરાત






