VIDEO: ચાંદખેડામાં ધારાસભ્યના લોબિંગને કારણે કોંગી કાર્યકરોમાં ભારે રોષ, પક્ષને આપી આ ચેતવણી
અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથબંધી તેજ બની છે. ખાસ કરીને ચાંદખેડા વોર્ડમાં
અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથબંધી તેજ બની છે. ખાસ કરીને ચાંદખેડા વોર્ડમાં ધારાસભ્યના લોબિંગને કારણે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાંદખેડા વોર્ડ પ્રમુખે પક્ષના મોવડી મંડળને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે, વોર્ડમાં કોઈ પણ 'પેરાશૂટ' ઉમેદવારને ટિકિટ આપવામાં ન આવે. સ્થાનિક સંગઠનનું કહેવું છે કે જે વ્યક્તિએ છેલ્લા પાંચ વર્ષથી વિસ્તારમાં કોઈ કામ કર્યું નથી, તેમને જો ટિકિટ અપાશે તો તેના વિપરીત પરિણામો આવશે. કાર્યકરોની માંગ છે કે માત્ર સ્થાનિક અને સક્રિય ઉમેદવારને જ મેદાનમાં ઉતારવામાં આવે, અન્યથા પક્ષે હારનો સામનો કરવો પડી શકે છે.
જાહેરાત





