મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ કોર્પોરેશનમાં નિવૃત્તોને કોન્ટ્રાક્ટ પર રાખવા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપો: શ્વેતપત્રની માંગ

અમદાવાદ મહાનગરપાલિકામાં નિવૃત્ત કર્મચારીઓને કોન્ટ્રા

તસવીર: gstv

અમદાવાદ મહાનગરપાલિકામાં નિવૃત્ત કર્મચારીઓને કોન્ટ્રાક્ટ ધોરણે રાખવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અસંતોષ વ્યક્ત કરી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન ૨૧૦થી વધુ નિવૃત્ત કર્મચારીઓની પુનઃ નિયુક્તિ કરાઈ છે, જ્યારે હાલ મનપામાં ૧૦૦૦થી વધુ નિવૃત્ત કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. આ કારણે પ્રજાના ટેક્સના દર વર્ષે રૂ. ૨૦૦ કરોડથી વધુ નાણાંનો વ્યય થતો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. રાજ્ય સરકારના પરિપત્ર છતાં સેક્રેટરી, ચીફ એકાઉન્ટન્ટ અને એસ્ટેટ ઓફિસર જેવી મહત્વની કી-પોસ્ટ પર નિવૃત્તોને બેસાડાતા નિયમિત કર્મચારીઓ પ્રમોશનથી વંચિત રહ્યા છે. નવી રોજગારી અટકાવવાના આ નીતિ-નિયમો સામે કોંગ્રેસે બોર્ડ, નિગમ અને પંચાયતોની સ્થિતિ સ્પષ્ટ કરવા શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો