VIDEO: પીએમ મોદીના જન્મદિવસે કોંગ્રેસના નેતાઓની અટકાયત
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. લ

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. લો ગાર્ડન ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પહેલા કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ અને અમિત નાયકની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કેટલાક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સરકાર પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે સરકાર વિરોધથી ડરી રહી છે, તેથી કોંગ્રેસના નેતાઓ સામે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે.




