મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા પાલિકાની સામાન્ય સભામાં મેયરના વલણ સામે કોંગ્રેસ-ભાજપના કોર્પોરેટરો આમને-સામને

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાની શરૂઆતમાં જ ભારે હોબાળ

તસવીર: gstv

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાની શરૂઆતમાં જ ભારે હોબાળો મચી ગયો હતો. મેયર ગીતાબેન મકવાણાએ બહાર કામ અર્થે જવાનું હોવાથી પ્રશ્ન દીઠ માત્ર પાંચ મિનિટનો સમય ફાળવી સભા ઝડપથી પૂર્ણ કરવા જણાવતાં વિપક્ષી કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિનામાં એક જ વાર મળતી સભામાં પ્રજાના પ્રશ્નો રજૂ કરવા ન મળતાં કોંગ્રેસ અને અપક્ષના સભાસદોએ મેયરના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દરમીયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તીખી બોલાચાલી થતાં સભા તોફાની બની હતી. પરિસ્થિતિ વણસતાં સભા ૧૦ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી, જ્યારે મેયર અને કમિશનર સમગ્ર ઘટનામાં મૂકપ્રેક્ષક બની રહ્યા હતા.

આ સમાચાર શેર કરો