VIDEO: આદિવાસીઓના ઝૂપડાં-દુકાનો તોડાતા કોંગ્રેસ આક્રમક, નેતાઓને વિરોધ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં અટકાવાતા રસ્તો બ્લોક કર્યો
નર્મદા જિલ્લાના એકતાનગર વિસ્તારમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના દબાણ તોડફોડ મુદ્દે કોંગ્રેસના ક
નર્મદા જિલ્લાના એકતાનગર વિસ્તારમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના દબાણ તોડફોડ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો આજે મુલાકાતે જતા હતા. સ્થાનિક ગરીબ આદિવાસી લોકોના દબાણો તોડવામાં આવ્યા હોવાનું કોંગ્રેસનો આક્ષેપ છે.જયારે કાર્યકરો આ વિસ્તારમાં જઈ રહ્યા હતા, ત્યારે વાગડીયા ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા. પોલીસ દ્વારા આગાહીરૂપ રોકટોક થતા કાર્યકરો માર્ગ પર જ બેસી ગયા અને ભારે વિરોધ નોંધાવ્યો.
તીવ્ર ચકમક જરી
આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે તીવ્ર ચકમકની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન વ્યવસ્થાને જાળવી રાખવા માટે પોલીસ બળ તૈનાત કરાયું હતું.કૉંગ્રેસના નેતાઓએ આ ઘટનાને ગંભીર ગણાવી રાજ્ય સરકારની કાર્યશૈલી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને દબાણ તોડફોડમાં દુર્બળ સમાજના લોકોના હક્કોના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો છે.






