મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: CM ચંદ્રબાબુ નાયડુએ નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના નિવાસસ્થાને જઈ પૂછ્યા ખબર-અંતર 

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ હૈદરા

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ હૈદરાબાદમાં નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના નિવાસસ્થાને તેમની મુલાકાતે પહોંચ્યા હતા. પવન કલ્યાણની તાજેતરમાં થયેલી સર્જરી બાદ તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા અને ખબર-અંતર પૂછવા માટે મુખ્યમંત્રી ખાસ તેમના ઘરે ગયા હતા. આ મુલાકાત રાજકીય કરતા વ્યક્તિગત વધુ જણાતી હતી, જેમાં બંને નેતાઓ વચ્ચેના ગાઢ સંબંધોની ઝલક જોવા મળી હતી.

પવન કલ્યાણના પત્ની અન્ના કોનિડેલાએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યના બંને ટોચના નેતાઓની આ મુલાકાતને પગલે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ મુલાકાત આંધ્રપ્રદેશના રાજકારણમાં બંને પક્ષો વચ્ચેના મજબૂત જોડાણને પણ સ્પષ્ટપણે દર્શાવે છે.

આ સમાચાર શેર કરો