મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સંસદ ભવન પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું ઉગ્ર પ્રદર્શન ચાલી રહ્યુ છે. પ્રદર્શનકારીઓ સંસદ માર્ચ કા

તસવીર: gstv

રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું ઉગ્ર પ્રદર્શન ચાલી રહ્યુ છે. પ્રદર્શનકારીઓ સંસદ માર્ચ કાઢી હતી.. જોકે પોલીસે તેની મંજૂરી આપી ન હતી...મંજૂરી વગર જ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચતા એક તબક્કે સ્થિતિ ભારે તણાવપૂર્ણ બની હતી. પોલીસના જણાવ્યા મુજબ આ વિરોધ પ્રદર્શન અને સંસદ સુધીના માર્ચ માટે કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી નથી કે આપવામાં આવી નથી. લગભગ 10 હજાર પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર એકઠા થયા હતા... પ્રદર્શનકારીઓએ પોલીસની બેરિકેડિંગ તોડી નાખી હતી. દિલ્હીના વિજય ચોક પાસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ..સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના સેલ છોડયા હતા. RAF અને દિલ્હી પોલીસની ટીમ ભીડને નિયંત્રિત કરવા માટે તૈનાત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા ઉગ્ર પ્રદર્શન થયા હતા..

આ સમાચાર શેર કરો