મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: CJPના સંસ્થાપક અભિજીત દીપકેએ આસામના સીએમને આપ્યું અલ્ટીમેટમ

આસામના ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના સહ-સંસ્થાપક આશુતોષ રાંકા સહિત અનેક કાર્યકરોની પો

તસવીર: gstv

આસામના ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના સહ-સંસ્થાપક આશુતોષ રાંકા સહિત અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. ઘટનાને પગલે પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર આસામ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે આશુતોષ રાંકાની એક ખાનગી મકાનમાંથી અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હજુ સુધી સ્પષ્ટ કારણ જણાવાયું નથી. અભિજીત દીપકેએ કહ્યું કે જો અટકાયત કરાયેલા તમામ સાથીઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ અન્ય સભ્યો સાથે આસામ પહોંચશે અને ધરપકડ વહોરવા પણ તૈયાર છે.

આ સમાચાર શેર કરો