મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ભારતની વધતી વસ્તી અને વૈશ્વિક પ્રભાવને જોતા તે આગામી દાયકાઓ સુધી મહાશક્તિ તરીકે જળવાઈ રહેશે- ક્રિસ્ટોફર લેન્ડૌ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત પૂર્વે ઉપ વિદેશ મંત્રી ક્રિસ્ટોફર લેન્ડૌએ ભારતને વિશ્વની

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત પૂર્વે ઉપ વિદેશ મંત્રી ક્રિસ્ટોફર લેન્ડૌએ ભારતને વિશ્વની એક મહાન શક્તિ ગણાવીને મહત્વનું નિવેદન આપ્યું છે. સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે ભારતની વધતી વસ્તી અને વૈશ્વિક પ્રભાવને જોતા તે આગામી દાયકાઓ સુધી મહાશક્તિ તરીકે જળવાઈ રહેશે. લેન્ડૌએ વધુમાં ઉમેર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલો દ્વિપક્ષીય વ્યાપાર કરાર હવે અંતિમ તબક્કામાં છે અને બંને દેશો તેની ખૂબ નજીક છે. જોકે, આ સમજૂતી માટે હજુ કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ છેલ્લી અડચણો દૂર કરીને આ કરારને પૂર્ણ કરવો બંને દેશો માટે અત્યંત જરૂરી છે. અમેરિકા વૈશ્વિક મંચ પર ભારતના વધતા મહત્વને સ્વીકારે છે અને વ્યાપારિક સંબંધો મજબૂત કરવા આતુર છે.

આ સમાચાર શેર કરો