VIDEO: ભાભરની દેરીયાવાળા શાળામાં જવા બાળકો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર
બનાસકાંઠા: રાજ્ય સરકાર શિક્ષણ પાછળ લાખોનો ખર્ચ કરીને શાળાનું નિર્માણ કરવામાં આવે છે. અહીં તો શાળાના ઓ
બનાસકાંઠા: રાજ્ય સરકાર શિક્ષણ પાછળ લાખોનો ખર્ચ કરીને શાળાનું નિર્માણ કરવામાં આવે છે. અહીં તો શાળાના ઓરડા પાયામાંથી જર્જરીત અને રસ્તો કાચો હોવાથી બાળકો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે
ભાભરના રૂની ગામની દેરીયાવાળા પ્રાથમિક પેટા શાળામાં ધોરણ 1 થી 5 ના કુલ 132 બાળકો અભ્યાસ અર્થ આવે છે. આ પ્રાથમિક પેટા શાળામાં ઓરડાની ધટના કારણે બહાર ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે, જે ઓરડા છે તે પણ જર્જરીત હાલતમાં હોવાથી ચોમાસાની ઋતુમાં જોખમ રહે છે શાળાના ઓરડાનો પાયો મજબૂત ના હોય તો વિધાર્થીઓનુ ભણતર પાયો મજબૂત કંઈ રીતે થશે? શાળામાં શૌચાલય વિધાર્થીની માટે સુવિધાથી વંચિત છે જ્યારે વિધાથીર્ઓનું શૌચાલય વ્યવસ્થા સાથે છે. ખેતરમાં વસવાટ કરતા 100 ખેડૂત પરિવારના બાળકો અભ્યાસ કરવા આવે છે જે રસ્તો કાચો હોવાથી ચોમાસાની ઋતુમાં બાળકોને શાળાએ અભ્યાસ અર્થે જવા માટે કાદવ કીચડ રસ્તા ઉપર અને શાળાના ગેટ પાસે પાણી ભરાઈ જતાં શિક્ષક વિદ્યાર્થીઓને અસુવિધા ઊભી થઈ રહી છે. બાળકો અને શિક્ષકોને શાળાએ પહોંચવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણી એટલું ગંદુ છે કે બાળકોને પાણીજન્ય ચામડીના રોગ થવાનો ભય બાળકોના વાલીઓને સતાવી રહ્યો છે. આ દેરીયાવાળા પ્રાથમિક પેટા શાળા સત્તત ત્રણ વર્ષથી A ગ્રેડ પે મેળવેલ છે.




