મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઈ20 પેટ્રોલ વચ્ચે મુખ્ય આર્થિક સલાહકારની સલાહ: જૂના વાહનો માટે ઈ10 પેટ્રોલ પાછું લાવવા ભલામણ કરી

ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વ

તસવીર: gstv

ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને દેશભરમાં E20 પેટ્રોલના વેચાણ વચ્ચે, જૂના વાહનોના એન્જિનની સુરક્ષા માટે E10 પેટ્રોલનો વિકલ્પ ફરીથી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે. દેશમાં અંદાજે  સાડા સાત થી આઠ કરોડ જૂના ટુ-વ્હીલર છે, જે E10 માટે બનાવ્યા હતા. વધુ ઇથેનોલથી જૂના વાહનોના રબર સીલ અને ફ્યુઅલ સિસ્ટમને નુકસાન થઈ શકે છે. નવા વાહનો E20 વાપરતા રહે, પરંતુ જૂના વાહનમાલિકો માટે E10 ખરીદવાનો અલગ વિકલ્પ આપવો જોઈએ.

આ સમાચાર શેર કરો