મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 200થી વધુ સિલિન્ડર ભરેલા LPG ટ્રકને કેમિકલ ટેન્કરે મારી ટ્ક્કર, 2 કલાક સુધી થયા વિસ્ફોટ, NH રહ્યો 6 કલાક સુધી બંધ

રાજસ્થાનના જયપુર અજમેર હાઈવે પર 7 ઓક્ટોબર, મંગળવારે મોડી રાતે એક મોટી

રાજસ્થાનના જયપુર અજમેર હાઈવે પર 7 ઓક્ટોબર, મંગળવારે મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મૌજમાબાદ વિસ્તારમાં સાવરદા બ્રિજ નજીક ગેસ સિલિન્ડર લઇ જતી ટ્રકને એક અન્ય વાહને ટક્કર મારી દેતા જોરદાર વિસ્ફોટ થતાં આગ ફેલાઈ હતી.   ટ્રકમાં 200 જેટલા ગેસ સિલિન્ડર ભરેલા હોવાથી ટક્કર લાગતા જોરદાર વિસ્ફોટ થયો જોમાં આખું જયપુર 2 કલાક સુધી ભયાનક ધડાકાના અવાજોથી ગૂંજતું રહ્યું. ધડાકાના અવાજો 10 કિલોમીટર સુધી સંભળાયા હતા. સિલિન્ડરો ફાટતા અમુક 500 મીટર દૂર ખેતરોમાં પણ પડ્યા. ઘટના લગભગ રાત્રે 10 વાગ્યે બની હતી.    https://twitter.com/PTI_News/status/1975631089801838673

કઈ રીતે થયો આ ખતરનાક અકસ્માત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, RTO વાહનને જોતા જ ટેન્કર ચાલકે અચાનક ઢાબા તરફ વળાંક લીધો અને સામે પાર્ક કરેલા ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ ગયો. આ અકસ્માતમાં ટેન્કર ચાલક જીવતો બળી ગયો. નજીકમાં પાર્ક કરેલા અન્ય પાંચ વાહનોમાં પણ આગ લાગી ગઈ. બાર ફાયર એન્જિનોએ લગભગ 3 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો.

ઘટનાસ્થળે પહોંચ્યા ડે.સીએમ

ઘટનાની જાણકારી મળતાં જ નાયબ મુખ્યમંત્રી ડૉ. પ્રેમચંદ બૈરવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે દુર્ઘટનામાં સામેલ વાહનના ડ્રાઈવરની ઓળખ હજુ થઇ શકી નથી. ટ્રકના ડ્રાઈવર તથા કંડક્ટરને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને સીએમએ તપાસના આદેશ આપી દીધા છે. હજુ સુધી જાનહાનિના કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

આ સમાચાર શેર કરો