VIDEO : ચારધામ યાત્રા: મા ગંગાની ઉત્સવ ડોલી મુખબાથી ગંગોત્રી ધામ જવા રવાના, ભક્તોમાં ભારે ઉત્સાહ
ગંગોત્રી ધામના કપાટ ખુલવાની તૈયારીઓ વચ્ચે ચારધામ યાત્રાની પવિ

ગંગોત્રી ધામના કપાટ ખુલવાની તૈયારીઓ વચ્ચે ચારધામ યાત્રાની પવિત્ર પરંપરા અનુસાર આજે મા ગંગાની પાલખી (ઉત્સવ ડોલી) તેમના શિયાળુ નિવાસસ્થાન મુખબા ગામથી ગંગોત્રી ધામ જવા માટે ધામધૂમથી રવાના થઈ છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મા ગંગાની વિદાયનો કાર્યક્રમ યોજાયો હતો.
પરંપરાગત વિદાય
મુખબા ગામમાં વિધિવત પૂજા-અર્ચના અને વિશેષ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મા ગંગાની ડોલીને ગંગોત્રી ધામ માટે રવાના કરવામાં આવી હતી. શિયાળા દરમિયાન જ્યારે ગંગોત્રી ધામના કપાટ બંધ હોય છે, ત્યારે મા ગંગા મુખબા ગામમાં બિરાજમાન હોય છે. હવે ઉનાળાની શરૂઆત સાથે જ માતા ફરી પોતાના ધામમાં બિરાજશે. ડોલીના પ્રસ્થાન સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આખું વાતાવરણ 'મા ગંગા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ચારધામ યાત્રાનો પ્રારંભ
મા ગંગાની આ પાલખી યાત્રા ગંગોત્રી ધામ પહોંચ્યા બાદ અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે. આ સાથે જ ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રાનો પણ વિધિવત પ્રારંભ થશે.






