મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: એસિડ એટેક પીડિતોને રેલવે ભાડામાં છૂટછાટ આપવા કેન્દ્ર સરકાર સૈદ્ધાંતિક રીતે તૈયાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે એસિડ એટેક

તસવીર: gstv

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે એસિડ એટેક પીડિતોને નિયમિત સારવાર માટે રેલવે ભાડામાં છૂટછાટ આપતી નીતિ લાવવા માટે તૈયાર છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્રને છ અઠવાડિયામાં ડ્રાફ્ટ પોલિસી રજૂ કરવા નિર્દેશ આપ્યો છે….સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેએ જણાવ્યું કે, એસિડ એટેક પીડિતોને દર્દી શ્રેણી હેઠળ આ લાભ આપવાનો પ્રસ્તાવ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ આ મુદ્દા પર ઉદારતાપૂર્વક વિચારણા કરવા ટકોર કરી હતી, જેના પગલે સરકારે સકારાત્મક વલણ દાખવ્યું છે.

આ સમાચાર શેર કરો