મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહત્ત્વપૂર્ણ નિર્ણયની કરી જાહેરાત

ડુંગળીના ભાવમાં ભારે ઘટાડા વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને

ડુંગળીના ભાવમાં ભારે ઘટાડા વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે સરકાર હવે ખેડૂતો પાસેથી 12 રૂપિયા 35 પૈસા પ્રતિ કિલોના ભાવે ડુંગળીની ખરીદી કરશે. મહારાષ્ટ્રના સતારા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો.   કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ સિઝનમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે, પરંતુ બાંગ્લાદેશમાં નિકાસ ન થઈ શકતા બજાર ભાવ તૂટી ગયા છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે નાફેડ દ્વારા જ ખરીદી શરૂ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ડુંગળી ઉત્પાદક ખેડૂતોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ બજારમાં ઘટેલા ભાવ વચ્ચે ખેડૂતો સરકારના આ પગલાને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો