મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિમાલયા મોલ પાસે કાર ચાલકે વાહનોને મારી ટક્કર, નશામાં ધૂત યુવાને લોકોને હથિયાર બતાવી ડરાવ્યા

અમદાવાદમાં ફરીથી નબીરાએ અકસ્માત સર્જયો હતો. મળતા અહેવાલ પ્રમાણે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જયો

 અમદાવાદમાં ફરીથી નબીરાએ અકસ્માત સર્જયો હતો. મળતા અહેવાલ પ્રમાણે  નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. અમદાવાદના  વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે અંદાજીત રાત્રે 9 વાગ્યે પૂરઝડપે કાર ચાલકે રોડ પર પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી હતી.

 કાર ચાલકે રોડ પર પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી

નશામાં ધૂત યુવાને કારમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢીને લોકોને ડરાવ્યા હતા. કારમાંથી યુવાન બહાર આવ્યો હતો લોકોએ તેને ધક્કે ચઢાવ્યો અને મેથીપાક પણ ચખાડ્યો હતો. 

નશામાં ધૂત યુવાને કારમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢીને લોકોને ડરાવ્યા

 સમગ્ર મમાલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે કારચાલકે દારૂ પીધો હતો અને પીધેલી હાલતમાં અકસ્માત સર્જી લોકોને હથિયાર બતાવી ડરનો માહોલ ઊભો કર્યો હતો.પોલીસ સાથે પણ યુવાને માથાપચ્ચી કરી હતી, અને પોલીસને પથ્થરથી ડરાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

તેણે 4થી 5 વાહનોને અડફેટે લીધા

 થાર કારચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. તેણે 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે છરી બતાવી લોકોને ડરાવ્યા અને મારામારી કરી હતી. પોલીસે કારચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો