મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગાઝીપોરામાં બસ થાંભલા સાથે અથડાતાં અકસ્માત

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાનપોહ નજીક આવેલા ગાઝીપોરા વિસ્તારમાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોર્ડર સ

તસવીર: GSTV

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાનપોહ નજીક આવેલા ગાઝીપોરા વિસ્તારમાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને લઈ જઈ રહેલી એક બસ અચાનક રોડ કિનારે આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી.  આ જોરદાર ટક્કરને કારણે બસમાં સવાર ચાર BSF જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતીહાલમાં પોલીસ દ્વારા અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગેની જરૂરી કાનૂની તપાસ હાથ ધરવામાં આવી હતી . 

આ સમાચાર શેર કરો